Intel® Galileo Gen 2

by Jimish Fotariya


Posted on March 14, 2017 at 1:30 PM

Intel® Galileo (ઇન્ટેલ ગેલેલીયો) Gen 2 બોર્ડ એ Arduino IDE (આર્ડ્યૂઈનો ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ) ની મદદથી પ્રોગ્રામેબલ છે.

જે તમારા PC માં પહેલેથી ઇન્સટોલ કરેલું હોવું જોઈએ.

  • i586 Core ને ઇન્સટોલ કરો.

Intel® Galileo Gen2   Core  નું IDE  માં ઈન્સ્ટોલેશન ખૂબ જરૂરી છે. આ એક સાદી અને સરળ પ્રક્રિયા છે.

સૌ પ્રથમ IDE  ના Tools  મેનુ માં Boards  માં જઈને છેલ્લું   Boards Manager  સિલેક્ટ કરો.

જયારે Process પુરી થઇ જાય ત્યારે Intel Gen2 બોર્ડ આપણા લિસ્ટ માં આવી જશે.

  • PC જોડે કનેક્શન

તમારા Intel Galileo Gen2 બોર્ડ ને નુકસાન થતું અટકાવવા માટે હંમેશા PC સાથે કનેક્ટ કરતા પેહલા બોર્ડ ને પાવર આપો. એક વાર બોર્ડ ને પાવર મળી જાય પછી જ તેને MicroUSB કેબલ વડે PC સાથે કનેક્ટ કરો.

  • LED Blink Example

File મેનુ ના Examples માં, 01 Basics ની અંદર Blink પર ક્લિક કરો. એટલે blink example ની ફાઈલ IDE માં લોડ થઈ જશે.

File > Examples > 1.Basics > Blink .

  • બોર્ડ ની પસંદગી.

હવે  તમારે Intel® Galileo Gen 2 બોર્ડ સિલેક્ટ કરવા નું રહેશે.

જે Tools  મેનુ ના Board  સબ-મેનુ માં હશે .


  • Serial Port નું સિલેકશન.

PC નું બોર્ડ સાથે કૉમ્યુનિકેશન Port દ્વારા થાય છે. માટે પ્રોગ્રામ ને અપલોડ કરતા પેહલા Port નું સિલેક્શન કરવું  અનિવાર્ય છે. Tools > Serial Port  માં ઉપલબ્ધ Port નું લિસ્ટ હશે. તમારું બોર્ડ કયો પોર્ટ વાપરી રહ્યું  છે એ જાણવા માટે નો સરળ રસ્તો એ છે કે, બોર્ડ ને ડિસકનેક્ટ કરો અને IDE ને બંધ કરી ફરી ચાલુ કરો. જે પોર્ટ લિસ્ટ માં ના મળે એ પોર્ટ ને બોર્ડ ઉપયોગ માં લેતું હશે.

  • Windows માં Port

જો તમે Windows વાપરી રહ્યા છો, તો Port COM3 કે પછી એના થી આગળ COM4,5.. હશે.

જેને Device manager માં  “Intel Galileo Gen 2 Virtual Com Port” તરીકે ઓળખવા માં આવે છે. આ કોઈ "USB Serial Port" નથી પણ એક VIrtual Port  છે. સામાન્ય રીતે COM1 અને COM2 એ Hardware Serial Port માટે રાખેલા હોય છે.

  • Linux માં Port

Linux મશીન માં પોર્ટ /dev/ttyACM1  જેવો દેખાતો હશે.

  • Mac OS X માં પોર્ટ :

Mac માં પોર્ટ  /dev/cu.usbmodemxxxx જેવો કાંઈક હશે. જો તમે એક કરતા વધારે Devices નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે બધા માં થી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. જે ચોક્કસ કામ કરશે.

તમારો પહેલો sketch અપલોડ કરો અને Run કરો.

હાથે ઉપર, મેનુ બાર ની નીચે અપલોડ બટન પર ક્લિક કરો. જેથી આપણો કોડ compile થઇ ને બોર્ડ પર અપલોડ થઇ જશે.

જો બધું બરાબર રીતે સેટ-અપ થયું હશે તો Transfer complete નો message દેખાશે અને LED બિલિંકીન્ગ ચાલુ થઇ જશે.