Intel® Edison (ઇન્ટેલ એડિસન)

by Jimish Fotariya


Posted on March 16, 2017 at 11:39 PM

  • શરૂઆત કરતાં પહેલાં..

આપણે એ માનીને ચાલીએ છીએ કે તમે Intel® Edison kit for Arduino નો ઉપયોગ કરી રહ્યા છો. પણ આમાં ની કેટલીક પ્રક્રિયા એ Intel® Edison Breakout Board માટે પણ માન્ય છે. આપણે એ પણ માની ને શરૂઆત કરી રહ્યા છીએ કે તમે Intel® Edison Breakout બોર્ડ ને કનેક્ટ કરી દીધું છે.


  • સૌથી પહેલાં.

Intel® Edison બોર્ડ એ Arduino IDE (આર્ડ્યૂઈનો ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ) ની મદદથી પ્રોગ્રામેબલ છે. જે તમારા PC માં પહેલેથી ઇન્સટોલ કરેલું હોવું જોઈએ. હવે પછીના સ્ટેપ માં Intel® Edison Core ને IDE માં ઇન્સ્ટોલ કરવા નું રહેશે. Tools મેનુ ના બોર્ડસ માં છેલ્લું Boards Manager સિલેક્ટ કરો.Type તરીકે Arduino Certified ને સિલેક્ટ કરી Intel i686 boards by Intel પર ક્લિક કરો. તેમાંથી latest core ને સિલેક્ટ કરી ઇન્સ્ટોલ કરો.

Process કોમ્પલેટ થયા પછી Intel Edison board તમારા બોર્ડ લિસ્ટ માં આવી ગયું હશે.


  • PC સાથે કનેક્શન

Arduino સ્કેચ ને અપલોડ કરવા માટે Intel® Edison board ને પહેલા પાવર આપેલો હોવો જોઈએ અને કમ્પ્યુટર સાથે નું કનેક્શન હોવું અગત્ય નું છે. 2 MicroUSB કેબલે વાપરવા વધારે સારા રહેશે કારણ કે આવું કરવા થી જો કદાચ જરૂર પડે તો બોર્ડ વધારે current લઇ શકશે.

MicroSwitch ને શોધો , કે જે USB ports અને Expansion board ની વચ્ચે છે. MicroSwitch ને MicroUSB port બાજુ લઇ જઈ ચાલુ કરો.

જેથી ગ્રીન લઈટ ચાલુ થઇ જશે. જો ના થાય તો કનેક્શન ને ફરી એક વાર ચેક કરી લો.

બોર્ડ boot up થાય ત્યાં સુધી થોડી વાર રાહ જુવો. જેવું બોર્ડ આખું initialize થઇ જશે એટલે કમ્પ્યુટર એક drive માઉન્ટ થયેલી દેખાશે. (જેવી રીતે મેમરી કાર્ડ બતાવે એ રીતે).

Note: જો તમને ડ્રાઈવે ના દેખાય , અને LED light (Arduino expansion બોર્ડ પર રહેલી DS1 ) ચાલુ બંધ થયા કરે , એનો મતલબ કે તમારું કમ્પ્યુટર જરૂરી current બોર્ડ ને નથી પહોંચાડી રહ્યું.


  • LED Blink નું Example.

LED blink નો example sketch ખોલો : File > Examples > 1.Basics > Blink.


  • Board નું સિલેકશન કરો
આપણે Tools > Board મેનુ માં જઈ ને Intel® Edison board ને સિલેક્ટ કરવું પડશે.

  • Serial Port નું સિલેકશન.

PC નું બોર્ડ સાથે કૉમ્યુનિકેશન Port દ્વારા થાય છે. માટે પ્રોગ્રામ ને અપલોડ કરતા પેહલા Port નું સિલેક્શન કરવું અનિવાર્ય છે. Tools > Serial Port માં ઉપલબ્ધ Port નું લિસ્ટ હશે. તમારું બોર્ડ કયો પોર્ટ વાપરી રહ્યું છે એ જાણવા માટે નો સરળ રસ્તો એ છે કે, બોર્ડ ને ડિસકનેક્ટ કરો અને IDE ને બંધ કરી ફરી ચાલુ કરો. જે પોર્ટ લિસ્ટ માં ના મળે એ પોર્ટ ને બોર્ડ ઉપયોગ માં લેતું હશે.

જો તમે Windows વાપરી રહ્યા છો, તો Port COM3 કે પછી એના થી આગળ COM4,5.. હશે. જેને Device manager માં “Intel Galileo Gen 2 Virtual Com Port” તરીકે ઓળખવા માં આવે છે. આ કોઈ "USB Serial Port" નથી પણ એક VIrtual Port છે. સામાન્ય રીતે COM1 અને COM2 એ Hardware Serial Port માટે રાખેલા હોય છે.

Linux મશીન માં પોર્ટ /dev/ttyACM1 જેવો દેખાતો હશે.

Mac માં પોર્ટ /dev/cu.usbmodemxxxx જેવો કાંઈક હશે. જો તમે એક કરતા વધારે Devices નો ઉપયોગ કરી રહ્યા છો તો તમે બધા માં થી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. જે ચોક્કસ કામ કરશે.


તમારો પહેલો sketch અપલોડ કરો અને Run કરો.

ડાબા હાથે ઉપર, મેનુ બાર ની નીચે અપલોડ બટન પર ક્લિક કરો. જેથી આપણો કોડ compile થઇ ને બોર્ડ પર અપલોડ થઇ જશે.

Transfer complete નો message આવે એટલે બોર્ડ પર ની DS2 LED nu બિલિંકીન્ગ 1 સેકન્ડ ના delay સાથે ચાલુ થઇ જશે. તમે સફળતાપૂર્વક રીતે તમારા ઇન્ટેલ એડિસન બોર્ડ માં પહેલો સ્કેચ અપલોડ કરી દીધો.